વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન
હેઠળ ડેન્ગ્યુ દિવસ દરમિયાન પુસ્તિકા વિતરણ, એન્ટી લાર્વા કામગીરી, મચ્છરનો ઉપદ્રવ કેવી રીતે અટકાવવો તેમજ ડેન્ગ્યુથી બચવા અંગે હેલ્થ એજયુકેશન

આપવામા આવ્યું હતું, આ કાર્યક્રમમા પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ એફ.એ.શેરસીયા (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર), યુ.એ.બાદી (મ.પ.હે.વ.)

એમ.યુ.કડીવાર (ફી.હે.વ.) દ્રારા કામગીરી કરવામા આવી હતી.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

