ગરાસિયા ર્બોન્ડિંગ ખાતે સરલ એપ ડાઉનલોડ કરી આ અભિયાનની શરૂઆત
વાંકાનેર : ગરાસિયા ર્બોન્ડિંગ, ભાજપ કાર્યાલય ખાતે સરલ એપ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લા યુવા મોરચા પ્રભારી હર્ષિતભાઇ કાવર તેમજ જિલ્લા યુવા મોરચા મહામંત્રી તપનભાઈ દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તકે જિલ્લા યુવા મોરચા મંત્રી ભગીરથસિંહ ઝાલા, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઋષિરાજ સિંહ, તેમજ તાલુકા યુવા મોરચા મહામંત્રી કિશોરસિંહ ઝાલા ઉપસ્થીત રહી અન્ય કાર્યકર્તાના મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.