બાળકોના આઈ કાર્ડ, સ્પોર્ટ યુનિફ્રોમ વિતરણ, ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન કાર્યક્રમોનો સમાવેશ
વાંકાનેર: તાલુકાની જામસર સીઆરસી ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાળકોના આઈ કાર્ડ અને સ્પોર્ટ યુનિફ્રોમ, વિતરણ ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન રાખવામાં આવેલ


જેમાં વાંકાનેર તાલુકા બીઆરસી કો.ઓર્ડીનેટર મહમદ જાવીદબાઈ જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ મોરબી જીલા શિક્ષણ સંઘ પ્રતિનિધિ આલ દેવરાજભાઈ તાલુકા એમ.આઈ એસ ઈરફાનભાઈ રાજગઢ પ્રા.શાળા આચાર્યશ્રી ચૌધરી રાકેશભાઈ પંચાસીયા શાળાના આચાર્યશ્રી મહેબૂબભાઈની


હસ્તે આઈ કાર્ડ અને યુનિફ્રોમ વિતરણ કરવામાં આવેલ તેમજ પીએમ શ્રી શાળા વિશે બીઆરસી કો.ઓર્ડીનેટર બાદી જાવિદભાઈ દ્વારા શાળાના બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સમગ્ર સંચાલક પીએમ શ્રી શાળાના આચાર્યશ્રી પંડ્યા ચિરાગભાઈ દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યું અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્મ ને સફળ બનાવવામાં આવ્યો…
