કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુર્જર ક્ષત્રિય કડિયા  સમાજ દ્વારા કાર્યક્રમો યોજાયા 

વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમારોહમાં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ સાથે ગુર્જર કડિયા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

આ સમારોહમાં ધારાસભ્ય અને જ્ઞાતિ આગેવાનોના હસ્તે ધો.1 થી સ્નાતક સુધીના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયું હતું તદુપરાંત વર્ષોથી પ્રમુખ પદે નિસ્વાર્થ સેવા આપતા પ્રભુભાઈ ગીરધરભાઇ ચૌહાણ વય મર્યાદાનાં લીધે સ્વેચ્છીક નિવૃત્તિ લઈ સમાજના ઉત્કર્ષ વિકાસ માટે યુવા પેઢીને સમાજનું સુકાન સોંપવામાં આવ્યું હતું. આ તકે નવા પ્રમુખ ઉપ પ્રમુખની તથા ટ્રસ્ટી મંડળ ની જાહેરાત કરવામાં આવી હતી. 

નવા પ્રમખ તરીકે જગદીશભાઈ પરમાર,ઉપપ્રમુખ પરેશભાઈ ખોલિયા, મંત્રી તરીકે મિતેષ સોલંકી,સભ્યપદે મહેન્દ્રભાઈ ભટ્ટી અને મહિલા સભ્યપદે રસીલાબેન કાચા સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. 

આ સમારોહમાં વર્ષોથી પ્રમુખપદે સેવા આપતા પ્રભુભાઈ ચૌહાણે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!