રાજકોટ: વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમના સર્વે નં. 88ની જમીન હે.આ.ચો.મી. 2-06-38 તથા સર્વે નં. 90/1ની હે.આર.ચો.મી. 0-66-77 તથા પોત ખરાબો હે.આ.ચો.મી. 0-05-06 મળી કુલ જમીન હે.આ.ચો.મી. 2-77-21 વડીલો પાર્જીત ખેડવાણ ખેતીની જમીન ગુ. મેરુ રાણા ભરવાડને નવી શરતની જમીન સરકાર દ્વારા ફાળવેલ જેમાં ગુ. ધારા મેરુના વારસદારોએ ગુ. માધા મેરૂના વારસદારો પાસેથી તથા ગુ. માધા મેરૂના વારસદારોએ વેચાણથી વંદનાબેનને દસ્તાવેજથી કરી અવેજ લઇ ટ્રાન્સફર કરેલ તે ખેતીની જમીનમાં વારસાઇ હકક મુજબનો ભાગ માગતો ગુ. ધારા મેરૂના લઇ ટ્રાન્સફર કરેલ તે ખેતીની જમીનમાં વારસાઇ હક્ક મુજબનો ભાગ માગતો ગુ.ધારા મેરૂના વારસદારોએ મુકદમો કરેલ…જેમાં વચગાળાનો મનાઇ હુકમ મળવા કરેલ અરજી વાંકાનેરના પ્રિન્સીપાલ સી.સીવીલ જજ વી.એસ. ઠાકોરે પ્રતિવાદી ગુ. માધા મેરૂના વારસો વતી એડવોકેટ જયેન્દ્ર ગોંડલીયા અને હાલના ખરીદનાર વંદનાબેન પરેશભાઇ વતી એડવોકેટની રજૂઆતોને ધ્યાને લઇ વચગાળાનો મનાઇ હુકમ રદ કરતો હુકમ ફરમાવેલ છે…
કેસની વિગતે ગુ.ધારા મેરૂના પિતા મેરૂ રાણાને પુન:વસન માટે મળેલ જમીનમાં ગુ.ધારા મેરૂના વારસદારો સેલાભાઇ ધારાભાઇ સરૈયા વિગેરેના કુલમુખત્યાર વિક્રમસિંહ લખધીરસિંહ જાડેજાએ વારદારોનો હકક, હિત, હિસ્સો સમાયેલ હોવાનું જણાવી વાંકાનેર સીવીલ કોર્ટ સમક્ષ અડધો હિસ્સો ગુ. માધા મેરૂના વારસદારો અરવિંદ માધા સરૈયા વિગેરેએ વંદનાબેન પરેશભાઇ રાઠોડ જોગ કરેલ વેચાણ દસ્તાવેજ અનુ. નં. 2876 તા.29-10-2020 વાળો રદ બાતલ ઠરાવવા અને હિસ્સો પ્રસ્થાપિત કરવા કાયમી વિજ્ઞાપન મેળવવા મુકદમો કરેલ…
જે મુકદમો ચાલતા દરમ્યાન કામ ચલાઉ મનાઇ હુકમની માંગણી કરેલ જે કામ ચલાઉ મનાઇ હુકમની અરજી અન્વયે પ્રતિવાદીઓના એડવોકેટ દ્વારા ખેતીની જમીન સરકાર દ્વારા સને 1965માં ગુ. માધા મેરૂને પુન:વસન અર્થે નવી શરતની ખેતીની જમીન ફાળવેલ ત્યારે ગુ. ધારા મેરૂ રેલ્વેના કાયમી કર્મચારી હોવાની હકીકતથી વાકેફ કરી સને 1965થી 2021 સુધીમાં કોઇએ તકરાર ઉઠાવેલ ન હોય અને હાલ ખેતીની જમીનના ભાવ સારા હોવાથી આર્થિક લાભ મેળવવા કાર્યવાહી કરેલ…
સદરહુ કામે મીલ્કત ખરીદનાર વંદનાબેન પરેશભાઇ રાઠોડ વતી એડવોકેટ તથા મિલ્કત વેચનાર ગુ. માધા મેરુના વારસદારો વતી ગોંડલીયા એસોસીએટ્સના એડવોકેટ્સ રોકાયેલ હતા…