મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે.





આ બિલ ઑગસ્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારપછી તેને સંસદની સ્થાયી સમિતિને મોકલી દેવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિ દ્વારા સંદર્ભિત પરિવર્તનોને સામેલ કરવા માટે આ બિલને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. શુક્રવારે 15 ડિસેમ્બરે આ બિલ પર મતદાન થવાની સંંભાવના હતી પરંતુ સંસદના બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
આ બિલમાં જે મહત્ત્વપૂર્ણ છ બદલાવો:
મૉબ-લિંચિંગ અને નફરતી અપરાધો માટે સજા વધી
બિલના જૂના સ્વરૂપમાં મૉબ-લિંચિંગ અને નફરતી અપરાધો માટે ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પાંચ કે તેથી વધુ લોકોની એક સમૂહ દ્વારા જાતિ કે સમુદાયને ધ્યાનમાં રાખીને હત્યા કરવામાં આવી હોય એ મામલામાં હુમલો કરનારા સમૂહના દરેક વ્યક્તિને ઓછામાં ઓછા સાત વર્ષની સજા આપવામાં આવશે. હવે આ સમયગાળાને સાત વર્ષથી વધારીને આજીવન કારાવાસ કરી દેવામાં આવ્યો છે.
આતંકવાદી ગતિવિધિની પરિભાષા
આતંકવાદી પ્રવૃત્તિઓને ભારતીય ન્યાય સંહિતા હેઠળ પ્રથમ વખત દાખલ કરવામાં આવી હતી. અગાઉ આ માટે ચોક્કસ કાયદાઓ હતા. તેમાં એક મોટો ફેરફાર એ છે કે આર્થિક સુરક્ષા માટેનો ખતરો પણ આતંકવાદી પ્રવૃત્તિ હેઠળ આવશે. દાણચોરી અથવા નકલી નોટોનું ઉત્પાદન કરીને નાણાકીય સ્થિરતાને નુકસાન પહોંચાડવું પણ આતંકવાદી અધિનિયમ હેઠળ આવશે. આ કાયદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં સંરક્ષણ અથવા કોઈપણ સરકારી હેતુ માટે હોય એવી સંપત્તિનો વિદેશમાં નાશ કરવો કે તે પણ આતંકવાદી પ્રવૃત્તિમાં ગણવામાં આવશે. હવે ભારતમાં સરકારોને કોઈ પ્રકારનો નિર્ણય લેવા માટે મજબૂર કરવા માટે કોઈ વ્યક્તિની અટકાયત કરવી અથવા તેનું અપહરણ કરવું એ પણ આતંકવાદી પ્રવૃત્તિ ગણાશે.
માનસિક બીમાર લોકોના ગુનાની સજા
હાલની આઇપીસી કલમ માનસિક રૂપે બીમાર લોકોને સજામાંથી છૂટ આપે છે. ભારતીય ન્યાય સંહિતાના જૂના સંસ્કરણ પ્રમાણે તેને ‘માનસિક બીમારી’ શબ્દને બદલીને હવે ‘વિક્ષિપ્ત મગજ’ શબ્દને પાછો લાવવામાં આવ્યો છે.
આ સિવાય થયેલા અન્ય બદલાવો-
અદાલતી કાર્યવાહી પ્રકાશિત કરવા પર સજા
બિલના નવા સંસ્કરણમાં એક નવી જોગવાઈ કહે છે કે જે વ્યક્તિ બળાત્કારના મામલામાં અદાલતી કાર્યવાહીના સંદર્ભમાં કોર્ટની અનુમતિ વિના કંઈપણ પ્રકાશિત કરશે, તેને બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે.
નાના સંગઠિત ગુનાઓની પરિભાષા
પહેલાના બિલમાં સંગઠિત ગુનાહિત સમૂહો દ્વારા કરવામાં આવેલી વાહનોની ચોરી, ખિસ્સાકાતરુ જેવા નાના પણ સંગઠિત ગુનાઓ માટે દંડની જોગવાઈ કરવામાં આવી હતી. પણ આ જોગવાઈ તો જ અમલી થતી હતી કે તેનાથી નાગરિકોને અસુરક્ષાના ભાવના પેદા થતી હોય. હવે અસુરક્ષાની ભાવનાની આ અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે.
સામુદાયિક સજાની પરિભાષા
‘નવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ સામુદાયિક સેવાઓને પણ પરિભાષિત કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમૂહમાં આપવામાં આવેલી સજા એક એવી સજા હશે કે જે સમુદાયો માટે ફાયદાકારક હશે અને તેના માટે અપરાધીને કોઈ પ્રકારનું વળતર આપવામાં આવશે નહીં. આ બિલોમાં નાની-મોટી ચોરી, નશામાં દ્યુત થઇને હેરાનગતિ કરવી તથા અનેક અન્ય અપરાધો માટે સજાના રૂપમાં સામુદાયિક સજાની શરૂઆત થઈ હતી. જોકે, બિલના પહેલાના સંસ્કરણોમાં આ વાતો અપરિભાષિત હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
