વાંકાનેર : વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં વાંકાનેરમાં જોખમી રીતે વાહનોમા પેસેન્જરો બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે પોલીસે કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સિટી પોલીસ વિવિધ રોડ- રસ્તા ઉપર વોચ રાખી વાહન ચેકીંગ કરી રહી હોય આ દરમિયાન જોખમી રીતે ખચોખચ મોટી સંખ્યામાં માણસો બેસેલ 3 વાહનો મળી આવતા ત્રણેય વાહન ચાલકો વિરુધ્ધ આઈ.પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે

વાહનચાલકો વેસ્તા ધુમસિંહ દેવકીયા રહે. છોટી ફાટક તા ભાબરા જી.અલીરાજપુર (એમપી), માનસિંગ નુરલા ડાવર ઉ.વ.૩૧ રહે. બોકડીયા તા.ચાંદપુર(એમપી) અને જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા ઉ.વ.૨૫ રહે. કાલીખેતા તા.જોબટ (એમપી)વાળાને પકડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં

પોલીસ ઇન્સપેક્ટર વી.પી.ગોલ, પો.હેડ કોન્સ. ભોજરાજસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ બાર તેમજ વાંકાનેર સીટી પો.સ્ટે સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયેલ હતા.

ટ્રાફિક નિયમના ભંગ:
લિંબાળા ખંભારા નેસમાં રહેતા દિનેશ લાખાભાઇ કાટોડિયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
દારૂ સાથે:
મિલ પ્લોટ ફારુકી મસ્જિદ પાછળ રહેતા નેકમામદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી પાસેથી દેશી દારૂ સાથે પકડાયા
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

