કોળી યુવાનો કંટાળી ગયા
પોલીસ જાગી: કુબા વિસ્તારમાંથી દેશી દારૂ કબ્જે
વાંકાનેર: આમ તો ગુજરાતમાં કાગળ ઉપર દારૂબાંધી છે, આમ છતાં વાંકાનેર તાલુકાના ક્યાં ગામમાં દારૂ વેચાતો નથી, એ એક સવાલ છે. નવાપરાની મહિલાઓએ થયેલ હત્યા બાદ કરેલ ચક્કાજામ વખતે ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે ખુલ્લે આમ દારૂ વેચાય છે, 
પોલીસ આવે છે- હપ્તા લઈને જતી રહે છે, નવાપરામાં દારૂના દુષણે પચીસ જેટલા યુવાનોનો ભોગ લેવાયા છે, વગેરે..વગેરે હવે તાલુકાના તિથવા ગામ ખાતે લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય, જેનાથી સ્થાનિક ગ્રામજનો કંટાળી ગયા હોય, ત્યારે 
આ મામલે આજરોજ કોળી સમાજના યુવાનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર ધમધમતા દારૂના હાટડાઓ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે…
આ રજૂઆતમાં જણાવાયું છે કે, ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના કારણે દારૂડીયાઓ બેફામ બની દારૂ પીને તોફાન મચાવી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે, જે સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય છતાં કોઈપણ અસરકારક કાર્યવાહી ન થતાં અંતે ગ્રામજનોએ પોલીસ તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે, આ સાથે જ 
રાજ્યસભાના સાંસદને પણ યુવાનોએ રજુઆતની નકલ રૂબરૂ આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે પોલીસ સફાળી જાગી હોય તેમ પાશેરામાં પૂણીના તાલ મુજબ તીથવામાં કુબા વિસ્તારમાં હરજી વાઘજીભાઈ મેસરિયાના રહેણાંકના મકાનમાંથી 3 લીટર દેશી દારૂ કબ્જે કરેલ છે…