ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી
જો તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
ટંકારા: તાલુકાના અમરાપર ગામની ખેતીની જમીનમાંથી અદાણીની વીજ લાઈન પસાર કરવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ વીજલાઈન ખાનગી જમીનને બદલે સરકારી ખરાબામાંથી પણ પસાર થઈ શકે તેમ હોય, આ વિકલ્પ અપનાવવાની માંગ સાથે ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી છે.


અમરાપર ગામના ગુલામરસુલ હાજીભાઈ બાદી, માહમદ હસનભાઈ કડીવાર, અલીભાઈ માહમદભાઈ દેકાવાડીયા, રહીમભાઈ આહમદભાઈ દેકાવાડીયા સહિતના ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યું કે અદાણી કંપનીના કર્મચારીઓ સર્વે કરવા આવેલ અને જણાવેલ કે તમારા ગામમાં હળવદથી જામનગર સુધી ૭૬૫ કે.વી.ની વીજ લાઈન નાખવાની કામગીરી કરવાની છે. તમારા ગામમાં રેવન્યુ નંબર 147, 148, 149, 150, 173, 176, 177, 277, 281, 180, 182, 183, 184, 185, 211, 212, 213, 214, 215, 216, 217, 8, 14/2, 14/1, 22, 21, 20, 265, 264, 241ની ખેતીની જમીનોમાં વીજ લાઈન નાખવાની છે….


જો આ વીજ લાઈન અને વીજ પોલ ખેતીની જમીનની થોડે દૂર આવેલ ખરાબામાંથી પસાર કરવામાં આવે તો ઓછું નુકશાન થાય અને આ અદાણી કંપનીને પણ કોઈ નુકશાન થાય તેમ નથી. માલિકી ની જમીન ઉપરથી ઇલેક્ટ્રિક તાર અને વીજ લાઈન પસાર કરવામાં આવે ખેતીની જમીનમાં સારી રીતે ખેતી કામ કરી શકાય નહિ તેથી આર્થિક પારાવાર ખુબ જ નુકશાન થાય તેમ છે. આ વીજ લાઈન અમરાપર ગામમાંથી પસાર કરવાના બદલે હળવદથી મોરબી અને ત્યાંથી જામનગર સુધી લંબાવવામાં આવે તો ત્યાંથી આ અદાણી કંપનીને વીજ લાઈન ઓછી ઉભી કરવી પડે અને ખેડૂતોને પણ ઓછુ નુકશાન જાય તેમ છે. વીજ લાઈન અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અંદોલન કરવામાં આવશે…