અન્ય ટ્રેનોને વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ રેલ્વે ક્રોસિંગમાં અંડરબ્રીજ બનાવવા માંગણી
વાંકાનેર: અહીં જંક્શનમાંથી નોન સ્ટોપ ટ્રેનોનો સ્ટોપ આપવા, અન્ય ટ્રેનોને મોરબી વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ રેલ્વે ક્રોસિંગમાં અંડરબ્રીજ બનાવવા અંગે સ્થાનિક સાંસદ કેસરીદેવસિંહના પીએ લેખિત રજુઆત કરી છે….
પત્રમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર, મોરબી જિલ્લાનું એકમાત્ર રેલવે જંકશન હોય, અહીંથી દરેક રૂટની ટ્રેનો પસાર થતી હોય, જેમ ૧૨ જેવી ટ્રેનોનો સ્ટોપ વાંકાનેર રેલવે જંકશન પર ન હોય જેને તાત્કાલિક સ્ટોપ આપવો કારણ કે મોરબી જિલ્લો ઉદ્યોગમાં સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ક્રમે હોય અહીં અસંખ્ય વેપારી તેમ જ મજૂર વર્ગ આવક-જાવક કરતો હોય માટે તાકીદે યોગ્ય કરવા વિનંતી. આ ટ્રેનની વિગત નીચે આપેલ છે. (કચ્છ ગાંધીધામ ભુજથી નીકળતી અમુક ટ્રેનોને સામખયારી તેમજ માળીયાથી મોરબી વાંકાનેર સુરેન્દ્રનગર રૂટ ચેન્જ કરવા બાબત આ ટ્રેનોની વિગત નીચે આપેલ છે.)
મોરબી થી સુરત ઇન્ટરસિટી ડેઈલી ટ્રેનની ખાસ જરૂર હોય, જે મોરબી જિલ્લાની લોકલ પબ્લિકની ડિમાન્ડ હોય, જે યોગ્ય કરવું જરૂરી હોય. વાંકાનેર શહેર તેમજ તાલુકાની દરેક પબ્લિકને રેલવે જંક્શન જવા માટે મિલપ્લોટ રેલવે ક્રોસિંગ પાસ કરીને જવું પડતું હોય. અનેક વાર ટ્રેન છૂટી જવાના પ્રશ્નો બનતા હોય છે, તેમજ ઈમર્જન્સી વાહનો માટે પણ આવી દશા છે. અગાઉ પણ આ અંડર બ્રિજ માટે વેસ્ટન રેલવેના જીએમને પણ લેખિત કરેલ હોય તેમ છતાં સ્થિતિમાં કોઈ બદલાવ આવેલ નથી. તાકીદે આપ સાહેબને યોગ્ય કરવા વિનંતી છે. રુસ્ટ ડાયવર્ટ અને સ્ટોપ માટેની ટ્રેનોની વિગત નીચે મુજબ છે.