સહકારી સંઘમાં ચૂંટાયેલા ક્ષત્રીય સભ્યોનું ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું



વાંકાનેર : પંડિત દિન દયાલ ઉપાધ્યાયની પુણ્ય જ્યંતિ સમર્પણ દિવસ નિમિત્તે માર્કેટ ચોક ખાતે આવેલ શ્રી રામ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ગઢવી સહિતના તમામ હોદ્દેદારો ઉપરાંત પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ પાલિકાના પૂર્વ સદસ્યો સહિતના તમામ હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યની ઉપસ્થિતિમાં શ્રીરામ કોમ્પ્લેક્ષ ખાતે પ્રજાના મહત્વના કામોને સુવિધા મૂળી રહે તે હેતુથી જન સુવિધા કેન્દ્ર પાલિકા સદસ્ય હિમાબેન ત્રિવેદી તથા ભાવનાબેન પાટડીયાના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવેલ હતું.
ઉપરાંત તાજેતરમાં વાંકાનેર તા.ખ. વેચાણ સંઘની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ આવેલ ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ તથા ઘોઘુભા જામભા ઝાલાનુ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ ઉપરાંત વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા બોર્ડીંગ ખાતે રાજ પરીવારના કેશરીદેવસિંહ ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા સંગઠન પ્રમુખ રતીલાલ અણીયારીયા તેમજ શહેર ભાજપ મહામંત્રી કે.ડી.ઝાલાના અધ્યક્ષ સ્થાને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્ય જયંતિ નિમિત્તે દિપ પ્રાગટય તથા પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી.