કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવામાં દારૂના ખુલ્લેઆમ વેંચાણ સામે જન આક્રોશ

તીથવા ગામે દારૂના ખુલ્લેઆમ વેંચાણ સામે જન આક્રોશ

મહિલાઓ મેદાને ઉતરી

દારૂબંધી માટે પોલીસ બેફીકર
અગાઉ પણ આવેદનપત્ર આપવા છતાં ધંધા બંધ નહીં થતા ગ્રામજનોની રોષપૂર્ણ રેલી

વાંકાનેર: ગુજરાતના મોટાભાગના જિલ્લા અને તાલુકા ની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂ અને નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે ગામના મહિલાઓ સહિતના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ગ્રામ પંચાયત સુધી જઈને ત્યાં સરપંચ હાય હાય, મંત્રી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.
ત્યાં આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદાર હાજર રહેતા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો. તથા દારૂબંધીની ગામમાં ચુસ્તપણે અમલવારી થાય તેવી મહિલાઓ સહિતના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે મહિલાઓ અને સ્થાનિક લોકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામમાં બનાવવામાં આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદાર હાજર રહેતા નથી તેમજ દારૂબંધી હોવા છતાં પણ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે 6તેવા આક્ષેપો ગામના લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

ગ્રામસભા જાહેરમાં કરીને દારૂબંધી કરાવો, પોલીસ ચોકી ખોલો તે સહિતની માંગણીઓ મહિલાઓ સહિતના ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી અને રેલીમાં સરપંચ હાય હાય, મંત્રી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ દારૂના વેચાણ ગામમાં બંધ કરવા માટેની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત તા. 7/11 ના રોજ ગામના લોકો દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને દારૂબંધીની ચુસ્તપણે અમલવારી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં આવેદનપત્રને ધ્યાને લઈને હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ ન હતી જેથી વધુ એક વખત ગામના લોકો દ્વારા દારૂના દૂષણના વિરોધમાં ગામમાં રેલી યોજવામાં આવી છે જો કે હવે પગલાં લેવાશે કે નહીં તે તો સમય જ બતાવશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!