માટેલ, રાજગઢ, જામસર, વરડૂસર, નાગલપર અને મકતાનપર ગામો જોગ
વાંકાનેર: માટેલ- રાજગઢ વિસ્તારમાં રહેતા લોકો માટે પીજીવીસીએલ ખાતાએ જાહેર ચેતવણી આપી છે, જે નીચે મુજબ છે.






આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬ કે.વી માટેલ – રાજગઢ બેવડી વીજરેષા ટાવરની સ્પેર સર્કીટમાં હોટ લાઇન સ્ટ્રીંગિંગ – ૮.૫૦ કી.મી. કરેલ વીજરેષા જે મહદઅંશે વાંકાનેર તાલુકા અને મોરબી જીલ્લા ના માટેલ, રાજગઢ, જામસર, વરડૂસર, નાગલપર અને મકતાનપર ગામોના સીમતળ તથા આજુ-બાજુ ના વિસ્તારમાંથી પસાર થાય છે. તેમાં ૬૬ કે.વી ના વિજ દબાણથી તારીખ:- ૨૦-૦૨-૨૦૨૪ને મંગળવાર કે ત્યારબાદ ગમે ત્યારે કાયમી ધોરણે વિજપ્રવાહ વહેતો કરવામાં આવશે. તો આ લાઇન ના ટાવર સાથે ઢોર – ઢાંખર બાંધવા નહિ. તથા ટાવર ઉપર ચડવું નહી, તેમજ આ વિજરેષાની નજીક કે નીચે કાચું કે પાકું બાંધકામ કરવું નહિ. કસુર થયે જાનમાલની હાની થવા સંભવ છે આમ છતા આ ચેતવણીનો અનાદર કરી કોઈ વ્યકિત જાણ્યે, અજાણ્યે આવુ ક્રુત્ય કરશે તો ઈન્ડીયન ઈલેક્ટ્રીસિટી એકટ હેઠળ કાયદેસર ગુનેગાર ગણાશે તેમજ જો કોઈ અકસ્માત થશે તો આવી કોઈ હાની માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમીટેડ જવાબદાર રહેશે નહિ તે બાબતની ખાસ નોંધ લેવા વિનતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
