વિજય સરઘસમાં ફોડેલ ફટાકડા બાબતે બે રાજકીય બળીયા જુથ વચ્ચે ઝઘડો
‘હવે આવી ખોટી હોશીયારી કરવી નહી’ ની ધમકી
વાંકાનેર: ગઈ નગરપાલીકાની ચુટણીમાં માર્કેટચોકમાં નીકળેલ વિજય સરઘસમાં ફોડેલ ફટાકડા બાબતે ઝઘડો થતા રાજકીય બે હરીફ જૂથો પૈકી એક જૂથે સામેના જૂથના એક શખ્સને પાઇપ વડે માર માર્યાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર દિવાનપરા મેન રોડ ઉપર પુજા પાન એન્ડ કોલ્ડ્રિક્સ નામની દુકાન ધરાવતા કેવલભાઇ રાજેશભાઈ સુરેલા (ઉ.વ.૨૫)એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ મોડી રાત્રીના બારેક વાગ્યા પછી હુ તથા મારો મીત્ર રાહુલભાઈ અશોકભાઇ બન્ને રાહુલનુ મોટર સાયકલ રજી નં GJ 03 BP 7261 વાળુ લઈને વાંકાનેર માર્કેટ ચોક ખાતે સોડા પીવા જતા હતા ત્યારે માર્કેટ ચોકમાં જલારામ ગોલાની દુકાન પાસે પહોચેલ ત્યારે જલારામ ગોલાની દુકાન બહાર અમીતભાઇ જયસુખભાઇ સેજપાલ તથા તેનો ભાઈ વિશાલભાઈ જયસુખભાઈ સેજપાલ બન્ને બેઠા હતા, અને મારી સામુ કતરાઈને જોઇ અચાનક ગાળો બોલવા લાગતા
મે મોટર સાયકલ ઉભુ રાખેલ અને ‘મને કેમ ગાળો બોલો છો?’ તેમ કહેતા વિશાલ તુરંતજ આવેશમાં આવી તેની દુકાનમાં જઈ એક લોખંડનો પાઇપ લઈને આવેલ અને મને પાઇપનો એક ઘા મારેલ, જે ઘા મને ડાબા કાનના ભાગે વાગેલ હતો અને અમીત મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ, જેથી મે રાડારાડ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ જતા અમે વધુ માર મારવાથી બચાવેલ હતો ત્યારે અમીતે મને કહેલ કે ‘ગઈ નગરપાલીકાની ચુટણીમાં માર્કેટચોકમાં નીકળેલ વિજય સરઘસમાં તમોએ ઉત્સાહમાં આવી જીતની ઉજવણી દરમ્યાન ફટાકડા કેમ ફોડેલ છે હવે આવી ખોટી હોશીયારી કરવી નહી નહીતર જોવા જેવી થશે’ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી આ બન્ને અમીત તથા વિશાલ જતા રહેલ હતા અને બાદ મને મારો મીત્ર રાહુલ વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયેલ હતો પ્રાથમીક સારવાર કરેલ બાદ મને રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવાર લીધેલ, આજે ફરીયાદ કરવા મારા સબંધી મેહુલભાઈ અમૃતલાલ ઠાકરાણી સાથે આવેલ છુ તો આ બન્ને વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે..