વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર
કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે. કપાસ પકવતા ખેડૂતો 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે, CCIએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાથી જ શરૂ કરી દીધી છે…



નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે, ખેડૂતો મોબાઇલ પર ગુગલ સ્ટોરમાંથી કોટ-એલી (cott ally) એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCIની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકે છે. https://cotcorp.org.in/?AspxAutoDetectCookieSupport=1
કોટન કોર્પોરેશનની વેબસાઈટ મુજબ વર્ષ 2024-25 માટ મધ્યમ તારના કપાસનો ભાવ 6820 થી વધારી 7121 રૂા. પ્રતિ ક્વિન્ટલ અને લાંબા તારના કપાસનો ભાવ 7020થી વધારી 7521 રૂા.પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.