તા.૧૬/૧૦ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી, મગ, અડદ અને સોયબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે માટે ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે.


અને ભારત સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે જેથી કરીને ખેડુતોએ તા.૧૬/૧૦ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે


સરકાર દ્વારા તા. ૨૧/૧૦ થી મગફળી રૂ.૬૩૭૭, મગ રૂ. ૮૫૫૮, અડદ રૂ. ૬૯૫૦ અને સોથીન રૂ. ૪૬૦૦ પ્રતિ કિવીંટલ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયબીન વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોએ તા.૧૬ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાની રહેશે.


નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્થોર” (VCE) મારફતના ફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
