ગારિયાનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમની સાથે મોરબી જિલ્લા ભાજપના મંત્રી જસદણ સિરામિક ના ઓનર પ્રજ્ઞેશભાઈ,વાંકાનેર તાલુકા પંચાયત ના સભ્ય રણજીતભાઈ,યુવા ભાજપ મંત્રી ચેતનભાઈ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર તાલુકાની કુલ 8 ટીમે ભાગ લીધો હતો..આ સમગ્ર આયોજન માટે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખશ્રી યુવરાજસિંહ વાળા,મહામંત્રી નજુભાઈ માથકિયા,બી.આર.સી. મયુરસિંહ પરમાર, તેમજ સંઘસદસ્ય/સી.આર.સી શિક્ષક મિત્રો દ્વારા જહેમત કરવામાં આવી હતી.
ગારિયાનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જિલ્લા એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલ વિશાલ મંછારામ ગોંડલીયા રહે. યજ્ઞપુરૂષનગર (ગારીયા) તાલુકો વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતું
જેથી આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા જાતે બાવાજી (૨૩) ની તા તા.૨૨/૧૨ ના રોજ લીલાપર ચોકડી ખાતેથી પકડી તેની ધરપકડ કરીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો