વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી
વાંકાનેર: આજરોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન સર્વેનું આયોજન કરી પ્રચાર- પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લોકોને નીચે મુજબની સૂચનાઓ અપાઈ હતી.
- ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે. ડેન્ગ્યુના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે.
- ડેન્ગ્યુ રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.
- ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો, તેમજ તેની નિયમિત સફાઇ કરો.
- નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ