ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળનો નિકાલ કરવા લોકોને અપીલ

વાંકાનેર: ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે, ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાડઘરા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
તાલુકા હેલ્થ ઓફીસ ડો. આરીફ શેરસીયા સાહેબની સૂચના મુજબ હાલમાં વરસાદ વરસી રહેલ હોય પાણીના પાત્રોમાં, નકામાપાત્રો વગેરેમાં પાણી ભરાય રહેવાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી સંભાવના હોય; તકેદારીના ભાગરુપે આજથી પાડઘરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માં ૮ ટીમો બનાવી તમામ ગામના ઘર/વાડીઓના ઘર/કારખાનાઓ વગેરેમાં એન્ટીલાર્વલ કામગીરી દસ દીવસમાં કરાવામાં આવશે.

તે માટે મેડીકલ ઓફીસરશ્રી ડૉ.અજય ચાવડા અને પી.એચ.સી. હેલ્થ સુપર વાઇઝર વી. એચ. માથકીયાના માર્ગદર્શન હેઠળ એન્ટી લાર્વલ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ/બીન વપરાશી પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું, તેમજ તેનો નિકાલ કરવો. પંચરની દુકાને ટાયરની અંદર વરસાદનું પાણી ના ભરાઈ રહેતુ હોય, તેમાં મચ્છરનું બ્રીડીગ થતુ હોય તેનો નિકાલ કરવો. તેનું માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. તેમજ વાહકજન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે સ્કૂલમાં બાળકોને મચ્છરના પોરા બતાવી અને બાળકોમાં મચ્છરજન્ય રોગચાળો કેવી રીતે ફેલાય છે; તેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.

મકાનની છત કે છાપરા પરના નાકમાં પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાંઓમાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, અવાવરુ કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી, જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી રહેલ છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે મેડીકલ ઓફીસર પાડઘરા દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગસ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવા જણાવાયું છે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
