કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નેકનામમાં પેટ્રોલ પંપના જુના સંચાલકો વચ્ચે બબાલ

ટંકારા: હાલ રાજકોટ રહેતા પણ મૂળ નેકનામના રહીશ અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે નેકનામ -પડધરી રોડ પર સિધ્ધીવિનાયક નામનો પેટ્રોલ પંપ પોતે ધરાવે છે. જે સને ૨૦૧૫ થી કાર્યરત છે. શરુઆતમા સંચાલક અને સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ તથા સહદેવસિંહ કરતા હતા. તેઓ સાથે પૈસાની લેતી-દેતી બાબતે હિશાબમા ગોટાળા કરતા તેઓને પેટ્રોલપંપના સંચાલનમાથી દુર કરેલ હતા. તા.૦૩/૦૫/૨૦૨૩ ના પેટ્રોલપંપે રાત્રીના આશરે નવક વાગ્યે ફરિયાદીનો પુત્ર કર્મરાજસિંહ તથા પંપમા નોકરી કરતા માણસ હાજર હતા. આ વખતે ત્યાં ઘનશ્યામસિંહ ઝાલાએ આવી

બોલાચાલી કરી ગાળો આપેલ અને ધમકી આપેલ કે અમારે તમને કોઈ રુપીયા આપવાના થતા નથી. પેટ્રોલપંપ બંધ કરી દેજે નહીતર સારાવાટ નહી રહે અને છરી બતાવી કહેલ કે આ છરી સગી નહી થાય એમ વાત સમાજના આગેવાન વિક્રમસિંહના કહેવાથી ફરીયાદ કરેલ ન હતી.
બાદ તા.૧૨/૦૬/૨૦૨૩ ના પેટ્રોલપંપે મિત્ર વિવેક હાજર હતો અને અમારે ત્યાં નોકરી કરતો ભરત રબારી જમવા ગયેલ હતો તે વખતે (૧) ધર્મેન્દ્રસિંહ ઉફે ટેપો જસુભા ઝાલા રહે.નેકનામ તેઓની બોલેરો લઈ પેટ્રોલપંપે આવેલ. અમુક સમય બાદ (૦૨) ધનશ્યામસિંહ ભીખુભા ઝાલા (૦૩) વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા (૦૪) જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા (૦૫) પરાક્રમસિંહ ઉર્ફે કાને ઘનશ્યામસિંહ ઝાલા રહે. બધા નેકનામ વાળાઓ વારાફરતી બાઈક લઈને

આવેલ હતા અને અમારા પેટ્રોલપંપના માણસને પેટ્રોલ પંપ બંધ કરવા જણાવેલ. ધર્મેન્દ્રસિંહએ સી.સી.ટી.વી. કેમેરા બંધ કરવા પ્રયત્નો કરેલા હતા. આ દરમિયાન ફરિયાદી તથા એમનો દિકરો કર્મરાજ પંપે પહોચતા આ ઉપરોક્ત લોકો ત્યા હાજ૨ હતા અને કહેલ કે તમારે અમારી પાસેથી નિકળતા હિશાબના રુપીયા માંગવા નહીં અને અમારે કોઈ રુપીયા આપવા નથી પેટ્રોલપંપ બંધ કરી નાખજો નહીતર લાશો ઢળી જાસે જેથી મે તુરંત મોરબી કંટ્રોલ રુમમા તથા ટંકારા પોલીસ સ્ટેશનમા તથા ટંકારા પોસ્ટે પો.સ.ઈ શ્રી એચ.આર.હેરભાનાઓને જાણ કરેલ બાદ. ટંકારા પો.સ્ટે.નુ વાહન આવતા પોલીસને જોઈ આ લોકો ત્યાથી નાસી ગયેલ હતા.


ફરિયાદ લખાવવા જતા (૦૬) અભીરાજસિંહ યુવરાજસિંહ ઝાલા તથા (૦૭) સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા અમારી પાસે આવી ગાળો આપવા લાગેલ. અમારા સમાજના આગેવાન વિક્રમસિંહ તથા સજ્જનસિંહ આવેલા અને ખાત્રી આપતા અમોએ ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. બનાવ બનવાનું કારણ એ હતુ કે આ પંપનો સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા તથા સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા દરમિયાન સને.૨૦૧૭ થી ૨૦૨૨ સુધી આ મારા પંપમા ધંધા અર્થે મારા દિકરા કર્મરાજના નામે રુ.૩૦,૦૦,૦૦૦/- ની સીસી. લોન તથા રુ.૬,૦૦,૦૦૦ /- તથા રુ.૬,૦૦,૦૦૦/- ની લોન લીધેલ હતી તેમ છતાં અંદાજે

એપ્રિલ-૨૦૨૨ મા પંપની ગાડી પેટ્રોલીયમ કં૫ની પેટ્રોલ/ડિઝલ ભર્યા વગર ખાલી પરત આવતા આ બાબતે પુછતા જણાવેલ કે પૈસાના અભાવે ગાડી પરત આવેલ છે. તેમણે ધંધો ઉધારીમાં જાજો ચાલતો હોવાનુ જણાવતા હિસાબ માંગેલ અને પંપના હિસાબને લગતા રજીસ્ટરો ઉપર ખાત્રી કરતા હિસાબમા ગોટાળા કરેલ ધંધાની મોટા ભાગની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલનુ જાણવા મળેલ. સંચાલનમાંથી છુટ્ટા કરી નાખ્યા બાદ સ્વતંત્ર રીતે અમારો પંપ શરુ કરેલ છે. જે બાબતેનુ મનદુખ રાખી અમારી સાથે ઝગડો કરેલ.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!