કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જમીન ખરીદીના મનદુઃખે મહિકામાં ઝઘડો

ઈજાગ્રસ્ત વાંકાનેર હોસ્પિટલ સારવારમાં

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે જમીન ખરીદીના મનદુઃખ બાબતે માર મારી હાથમાં ફેક્ચર બંને પગમાં ઘુંટણના ભાગે ઇજા કર્યાની ફરિયાદ થઇ છે.


પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ મહિકાના થાન તાલુકાના સરોડી ગામે બેલાની ખાણ ધરાવતા દિનેશભાઇ અમરશીભાઇ બાંભણીયાએ ફરીયાદ કરી છે કે ચારેક મહીના પહેલા મહીકાની સીમમાં ગાળાવાળી નામની ઓળખાતા ખેતરની આઠ વિઘા જમીન અમદાવાદ ખાતે રહેતા પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી વેચાણ રાખેલ હતી, જે મહિકાના નજરૂદીન ગનીભાઇ બાદીને પણ રાખવી હોઇ મનદુઃખ રાખી ઝઘડો કરેલ, પણ તે સમયે કોઇ પોલીસ ફરીયાદ કરેલ નહી

ગઈ કાલે સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતે મોટરસાયકલ લઇને સરોડી ખાતે જવા માટે નીકળેલ ત્યારે કાનપર ગામવાળા ૨સ્તે તબેલાથી આગળ મરઘા કેન્દ્ર પાસે ફોરવ્હીલમાંથી નજરૂદીન તથા એક અજાણ્યો ઇસમ ઉતરેલ. નજરૂદીને અગાઉ મેં જમીન ખરીદેલ હતી અને તેમાં મારે ભાગ લેવાનો હતો, તેમ કહી બંને જણા ઢીકાપાટુનો માર મારવા લાગેલ. નજરૂદીન ફરિયાદીને ડાબા હાથમાં તથા શરીરે આડેધડ લાકડાના ધોકા મારવા લાગેલ. પગમાં લાકડાના ધોકા મારેલ અને કહેલ કે આજે તો તને જીવતો જવા દીધેલ છે અને હવે પછી અમારા જમીનના સોદામાં વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશું. દરમ્યાન કાનપર ગામના સંજયભાઇ રઘુભાઇ કુણપરા મોટરસાયકલ લઇને નીકળેલ અને ઉભા રહેલ મહીકાના ભરતભાઇ કાળુભાઇ ચાવડા રીક્ષા લઇને નીકળતા રીક્ષામાં બેસાડેલ જાણ કરતા મોહીત, સંજયભાઇ ભીખાભાઇ તથા બાબુભાઇ કુંવરજીભાઇ બાંભણીયા આવેલ અને વાંકાનેર હોસ્પિટલ સારવારમાં દાખલ કરેલ છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!