450થી વધુ યુવક – યુવતીઓએ ભાગ લીધો
હજારો રઘુવંશી પરિવારોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી
વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ નિર્માણાધીન રામધામ ટ્રસ્ટ જાલીડાના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી `સમનાના વાવેતર પરિવાર’ મુંબઈ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરીચય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ હતી. 
આ રઘુવંશી પરીચય મેળામાં સાડા ચારસોથી વધુ પરીવારોના યુવક-યુવતીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. પરીચય મેળાની પુર્ણાહુતિ બાદ રામધામ `છોટી અયોધ્યા’ ટ્રસ્ટ દ્વારા શ્રીરામ ધામની પવિત્ર પાવન ભૂમી પર શરદપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત તમામ હજારો રઘુવંશી પરીવારો દ્વારા દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલ હતું. આ શરદોત્સવમાં દસ વર્ષથી માંડી 85 વર્ષના વયોવૃધ્ધ ભાઈઓ-બહેનો મનમુકી રાસે રમ્યા હતા.
રાસોત્સવના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રામધામ ખાતે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રઘુવંશી પરીવારોએ સમુહમાં એકી સાથે પ્રસાદ ગ્રહણ કરેલ હતું. આ પરીચય મેળો રાસોત્સવ મહાપ્રસાદ સહીતના તમામ કાર્યક્રમનો ખર્ચ રામધામના ટ્રસ્ટીઓ દ્વારા સ્વખર્ચે સમાજ સેવાના ભાગરૂપે કરવામાં આવેલ હતો. કોઈ જાતનો ખર્ચ શ્રીરામ ધામ ટ્રસ્ટમાંથી કરેલ નથી.
આ કાર્યક્રમમાં સપનાના વાવેતર પરીચય મુંબઈના સભ્યો ઉપરાંત રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને રઘુવંશી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટ્રસ્ટી હસુભાઈ ભગદેવ, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાભાઈ, ભીખાલાલ પાઉં, અશ્વિનભાઈ (મામા દલાલ), પરેશભાઈ કાનાબાર, મેહુલભાઈ નથવાણી, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, ઉપપ્રમુખ રમેશભાઈ અખેણી, મહાજન અગ્રણીઓ કિશોરભાઈ જે. પુજારા, મહેશભાઈ રાજવીર, વિજયભાઈ પુજારા, ઉતમભાઈ રાજવીર ઉપરાંત રામધામ મહીલા મોરચાના પ્રમુખ તથા રાજકોટ જીલ્લા નહીં મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, નવીનભાઈ પુજારા, જાગૃતીબેન ખીમાણી, નવીનભાઈ તન્ના (રાજકોટ), વાંકાનેર મહીલા મંડળના અગ્રણીઓ ભાવનાબેન મીરાણી, પ્રતિમાબેન કટારીયા, શારદાબેન કાનાબાર, પુનિતાબેન સોમાણી, કિંજલબેન સોમાણી, સુચકબેન સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના અંતે સપનાના વાવેતર પરીવાર મુંબઈના આયોજકો દ્વારા શ્રી રામ ધામ ટ્રસ્ટ જાલીડા તથા રામધામના સ્વપ્ન દ્રષ્ટા જીતુભાઈ સોમાણી તથા તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યકત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેર નગરપાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને રામધામમાં વિનામૂલ્યે આર્કીટેકની સેવા આપતા હર્ષિતભાઈ સોમાણી, જયેશભાઈ સુચક, રામભાઈ ખખ્ખર, કેતનભાઈ સોમાણી, મેહુલભાઈ નથવાણી, મયંકભાઈ પાઉં, જાગૃતીબેન ખીમાણી તથા વિઠલાણીભાઈએ જહેમત ઉઠાવી હતી. 
આ સમગ્ર કાર્યક્રમનું કવરેજ મેળવવા વાંકાનેર પત્રકાર લીતેશભાઈ ચંદારાણા, ટંકારાના પત્રકાર ભાવીનભાઈ સેજપાલ તથા ચોટીલા ઈ.મીડીયાના મુકેશભાઈ ખખ્ખર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ કટારીયા તથા મેહુલભાઈ નથવાણી દ્વારા કરવામાં આવેલ હતું…