બે હિટાચી મશીન અને એક ડમ્પર જપ્ત
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક ચાલતી ખનીજચોરી પર આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી ખનીજચોરી કરતા બે હિટાચી મશીન અને એક ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર સામે છેલ્લા ધણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય, જેમાં આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી ખનીજચોરી કરતા GJ 36 V 8018 નંબરના એક ડમ્પર અને બે હિટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યા હતા.
આ ખનીજચોરી બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા જગાભાઈ પાંચાભાઇ બાંભવા (રહે. કેરાળા) અને નરેશભાઇ જેમલભાઇ ભુંભરીયા (રહે. મકનસર) ને ખનીજચોરી બદલ દંડની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. બાબતે ખાણ ખનીજ વિભાગની સતર્કતાથી વાંકાનેર વિસ્તારના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.