કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસર પંથકમાં ખનીજ ખનન ઉપર દરોડા

અંદાજે ૮૦ લાખના મુદામાલ સાથે 3 હીટાચી કબજે : 2ની ધરપકડ

લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટિમો ત્રાટકી

વાંકાનેર : ખનીજ વિભાગે વાંકાનેર પંથકમાં લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખનીજ ખનન કરતા તત્વો પર ત્રાટકી ત્રણ હિટાચી મશીન સહિત બે વ્યકિતઓને ઝડપી પાડયા હતા.

આ ઘટના અંગે ખનીજ વિભાગના મિતેશભાઈ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ત્રણ હિટાચી મશીન દ્વારા ગેરકાયદે ખનિજનું ખનન કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

આથી પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી અલગ અલગ જગ્યાએ ખનન કરતા ત્રણ હિટાચી મશીન જેની કિંમત અંદાજે ૮૦ લાખ સાથે બે મશીન માલિકોને ઝડપી હિટાચી મશીનને તાલુકા પોલીસ મથકને કબ્જે કર્યા હતા.

ખનીજ વિભાગ દ્વારા ત્રણ હિટાચી મશીન સાથે બે શખસો ને પકડી પાડવામાં આવેલ છે તેમાં એક મશીન બિનવારસી હાલતમાં મળી આવેલ છે જ્યારે બે પકડાયા છે તેમાં રસિક કુણપરા તથા રાજુ ડાભીનો સમાવેશ થાય છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!