જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝને એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નં. ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી રદ.
• ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ ૨૧.૦૨.૨૦૨૫ થી ૦૪.૦૩.૨૦૨૫ સુધી રદ.
• ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા-નાહરલગુન સ્પેશિયલ ૨૬.૦૨.૨૦૨૫ ના રોજ રદ.
• ટ્રેન નં. ૦૯૫૨૬ નાહરલગુન-હાપા સ્પેશિયલ ૦૧.૦૩.૨૦૨૫ ના રોજ રદ. આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૧૯.૦૨.૨૦૨૫ થી ૦૨.૦૩.૨૦૨૫ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૧.૦૨.૨૦૨૫ થી ૦૪.૦૩.૨૦૨૫ સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ ઓખાથી 2 કલાક મોડી એટલે કે 16.05 વાગ્યે રવાના થશે.
ટ્રેન નં. ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ૨૧.૦૨.૨૦૨૫ અને ૨૮.૦૨.૨૦૨૫ ના રોજ ઓખાથી ૩ કલાક 30 મિનિટ મોડી એટલે કે ૧૫.૪૫ વાગ્યે ઉપડશે. માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૨૦.૦૨.૨૦૨૫ થી ૦૩.૦૩.૨૦૨૫ સુધી માર્ગ માં ૧૫ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
૧૯.૦૨.૨૦૨૫ ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૩૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૨૬.૦૨.૨૦૨૫ ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨ કલાક ૦૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૨૩.૦૨.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨ કલાક ૦૮ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૨૪.૦૨.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨ કલાક ૨૮ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૨૪.૦૨.૨૦૨૫ ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૫૩ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
૨૦.૦૨.૨૦૨૫ ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં ૨૦ મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે ૨૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન ના સ્ટોપેજ રદ:
૨૬.૦૨.૨૦૨૫ થી ૦૨.૦૩.૨૦૨૫ સુધી ૫ દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યો છે.
રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય…