કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:-રદ કરાયેલી ટ્રેનો:
૧) ૨૮.૦૩.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
૨) ૩૦.૦૩.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
૧) ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આમ, ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ, ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ અને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ બંને ટ્રેનો સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
૧) ૨૮.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક મોડી થશે.
૨) ૨૯.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!