કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દેશી તમંચા સાથે ઝડપાયો રાજસ્થાની

ચંદ્રપુર હાઇવે સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે એસઓજી ટીમનું ઓપરેશન

વાંકાનેર: મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે, વાંકાનેર નેશનલ હાઇવે પર સ્ટાર પ્લાઝા, ચંદ્રપુરના નાલા પાસેથી આરોપી હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી, મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાન વાળા કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત (ઉ.વ. ૨૨) ને દેશી હાથ બનાવટના એક તમંચા જેની કિં. રૂ.૫,૦૦૦ સાથે ઝડપી પાડી તેના સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી હાલમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતો હોવાનું જાણવા મળે છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!