કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મિતાણા પાસેથી કાર ચોરનાર રાજસ્થાની ચોર પકડાયો

પેટ્રોલપંપના પાર્કિંગમાંથી કાર ચોરાઈ હતી

ટંકારા: તાલુકાનાં મીતાણા ગામે પાસે આવેલ પેટ્રોલપંપના પાર્કિંગમાંથી બલેનો કારની ચોરી કરવામાં આવી હતી જે કારમાં રોકડ રૂપિયા અને મોબાઈલ પણ ચોરી થયેલ હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધી રહી હતી તેવામાં એલસીબીની ટીમે રીઢા ચોરને ચોરાઉ કાર સાથે ઝડપી લીધેલ છે અને આરોપી સામે રાજસ્થાનના જુદાજુદા વિસ્તારમાં ચોરી સહિતના કુલ 25 જેટલા ગુના નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં મીતાણા નજીક પેટ્રોલપંપના પાર્કિંગમાં બલેનો કાર નંબર જીજે 36 એએફ 7261 વાળી મૂકી હતી જેમાં રોકડ 25 હજાર રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ હતા તે કારની ગત તા. 22 એપ્રિલના રોજ ચોરી કરવાં આવેલ હતી જેથી 6.25 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી જે ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને

એલસીબીની ટિમ કરી રહી હતી તેવામાં કારની ચોરી કરનાર શખ્સ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું હતું અને ચોરાઉ કાર સાથે આરોપી રાજસ્થાનના રાજસમદ જીલ્લાના ભીમ ખાતે હોવાની બાતમી મળી હતી જેથી એક ટીમને ત્યાં મોકલી હતી અને ત્યાંથી ચોરાઉ કાર સાથે આરોપી વિજયસિંહ રામસિંહ રાવત (24) રહે. રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરાઉ કાર ઉપરાંત 25 હજાર રૂપિયા

અને બે મોબાઈલ આમ કુલ મળીને 6,35,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આરોપીને આગળની કાર્યવાહી માટે મુદામાલ સાથે ટંકારા પોલીસે સોંપી દેવામાં આવેલ છે. વધુમાં મળી રહેલા માહિતી મુજબ આ આરોપીની સામે રાજસ્થાનના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતની કલમ હેઠળ 25 જેટલા ગુના નોંધાયેલ છે. અને આ આરોપી અફીણનો બંધાણી હોય રાજસ્થાનના વિવિધ વિસ્તારમાં ચોરી કરતો હતો અને ગુજરાતના હિમતનગર, ટંકારા સહિતના વિસ્તારમાં વાહન ચોરી કરીને તે વાહનનો ઉપયોગ નંબર પ્લેટ કાઢીને રાજસ્થાનમાં એનડીપીએસનો ધંધો કરતા બુટલેગરોને સસ્તા ભાવે વાહન વેચી નાખતો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!