ચંદ્રપુર દરગાહ પાસેની ઘટના
વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામે રહેતા એક મહિલા ચંદ્રપુર ગામે આવેલ દરગાહ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી….



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ શેરસીયા (ઉ.43) નામના મહિલા ચંદ્રપુર ગામે આવેલ દરગાહ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં હસીનાબેનને ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
