અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા પોલીસ ખાતાની અપીલ
વાંકાનેર: શહેરના દાણાપીઠ ચોક નજીક થોડા દિવસ પહેલા એક વેપારીને નિશાન બનાવી રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ઉલ્ટીના બહાને રોકડ રકમ રૂ. 42,000 ની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં પોલીસે આવાં ગુના આચરતી સંગઠિત રીક્ષા ગેંગ પકડાઈ છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ મદદથી તપાસના રીક્ષા ગેંગના સાગરીત (૧). ભાર્ગવભાઇ હીતેશભાઇ વારા (રહે. ઉમિયા ચોક, જશરાજ શેરી નં. ૪, રાજકોટ), (૨) ભરત મુળજીભાઇ ચંદ્રપાલ (રહે. ગોંડલ રોડ, રાજકોટ), 
(૩) ગોરધનભાઇ દેવજીભાઇ ગેડાણી (રહે. પોપટપરા શેરી નં. ૪, રાજકોટ) અને (૪) સોહીલ નજીરશા રફાઇ (રહે. જામનગર રોડ, રાજકોટ) ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રોકડ રકમ રૂ. ૪૨,૦૦૦, એક રીક્ષા તથા ચાર મોબાઇલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાની શક્યતા છે. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. અને પોલીસે અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા અપીલ કરી છે….