આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે
રાજકોટ: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
જેમાં ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે 10:30 કલાકે ઉપડશે અને બુધવારે 4:05 કલાકે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 19 મે, 2025 થી 30 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી 1:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 6:10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 18 મે, 2025 થી 29 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે…