વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે
વાંકાનેર: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે…
રાજકોટથી ઉપડી આ ટ્રેન વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે. બે મિનિટ રોકાય છે. આગળ સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, જાલોર, લુણી, જોધપુર, જયપુર, મથુરા, બરેલી થઈને લાલ કુવા પહોંચે છે…
રાજકોટ-લાલકુઆન ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક) ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવાર અને ગુરુવાર દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી 6 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી દર રવિવારે અને બુધવારે દોડશે…
ટ્રેન નંબર 05046ની વઘારેલી ટ્રીપ્સ નું બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર તાત્કાલિક અસરથી ખુલ્લું છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ યાદીમાં જણાવાયું છે…