વાંકાનેર: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે, પણ કોંગ્રસના ઉમેદવાર હજી સુધી જાહેર થયા નથી.


સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ગત ધારાસભામાં વાંકાનેર વિસ્તારમાં આપ માંથી લડેલા કોળી સમાજના વિક્રમ સોરાણી આજે


કોંગ્રેસમાં પ્રવેશ કરનાર છે. આથી તે રાજકોટ લોકસભાના કોંગ્રસના ઉમેદવાર હોઈ શકે તેવી અટકળો શરુ થઇ છે.


2009 માં આ વિસ્તારમાં કિરણ પટેલ સામે કુંવરજી બાવળીયા કોંગ્રેસમાંથી જીતી ચુક્યા છે. આ વિસ્તારના જાતિ સમીકરણો મુજબ પરેશ ધાનાણીના ચૂંટણી લડવાના ઇન્કાર બાદ કોળી સમાજના ઉમેદવાર પર કોંગ્રેસ પસંદગી ઉતારી શકે છે. પટેલ મતદારો પછી કોળી મતદારોની સંખ્યા બીજા નંબરે છે.


ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધનું ડેમેજ કંટ્રોલ ભાજપે હાથ ધર્યું છે. ગોંડલ મુકામે ક્ષત્રિય સમાજની મિટિંગ અને પછી રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળનાર હોવાના અહેવાલ છે, જેમાં સંભવતઃ રૂપાલા જાહેરમાં માફી માંગી પ્રકરણ પૂરું કરવા ઈચ્છે છે અને ભાજપ સફળ થશે એમ મનાય છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
