મોરબી જીલ્લા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહજી ઝાલા
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા રાજ્ય સભાના સાંસદ, માજી મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુ કોઇ આગેવાનોએ વિધાર્થીઓને આઇએએસ અને આઇપીએસ બનવા માટેના ગોલ અત્યારથી જ સેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઇના છેલ્લા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીના કેશવ બેન્કવેટ હોલ લીલાપર કેનાલ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના ૯૧ વિદ્યાર્થીઓએ તેમજ વિવિધ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનારા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા.
ત્યારે આ સન્માન સમારોહમાં રાજ્યસભાના સાંસદ મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, યુવરાજ સાહેબ ઓફ ભાવનગર જયવિરરાજસિંહજી ગોહીલ, હાલના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહજી રાણા, ગુજરાત રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમણે પ્રાસંગિક પ્રવચન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાને સાફો પહેરાવીને તેમજ તલવાર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.
ત્યાર બાદ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષા આપતા હોય તે પહેલા જ તેના ગોલને સેટ કરે અને તે મુજબ તૈયારી શરૂ કરે તો અકલ્પનીય સફળતા મળશે તેમા શંકાનો કોઇ સ્થાન નથી અને દરેક ક્ષેત્રની આંદાર આજની તારીખે રાજપૂત સમાજના દીકરા દીકરીઓ આગળ વધી રહ્યા છે ત્યારે વિધાર્થીઓને આઇએએસ અને આઇપીએસ બનવા માટેના ગોલ અત્યારથી જ સેટ કરવા જોઈએ અને જો તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તો તેમના વિકાસને કોઈ રોકી શકે નહીં તેવી ટકોર કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા તેમજ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.