ટંકારા: તાલુકાના સજનપર ગામના વૃદ્ધા તેમની વહુ સાથે મંદિરે જતા હતા ત્યારે તેના દીકરા સાથે અગાઉ જેને ઝઘડો થયો હતો તે શખ્સ ગાળો બોલતો હતો જેથી તેને ગાળો આપવાની ના પાડી હતી ત્યારે આ શખ્સે વૃદ્ધાને ધક્કો મારીને નીચે જમીન ઉપર પાડી દીધા હતા અને લાત મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રુક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા (ઉ.71)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજીભાઈ લીંબાભાઇ બરાસરા, અશોકભાઈ બચુભાઈ બરાસરા અને વિવેક અશોકભાઈ બરાસરા રહે. ત્રણેય સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ હરજીભાઈ બરાસરા સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેમના વહુ ગામમાં આવેલ મંદિરે જઈ રહ્યા હતા દરમિયાન હરજીભાઈ બરાસરા ગાળો બોલતા હતા જેથી કરીને ફરિયાદી વૃદ્ધાએ ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી વૃદ્ધાને ધક્કો મારીને જમીન ઉપર પાડી દીધા હતા અને ત્યારબાદ લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ અશોકભાઈ બરાસરા અને વિવેકભાઈ બરાસરાએ ફરિયાદીના ઘર પાસે આવીને બધાને ગાળો આપીને જોઈ લેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધાએ સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.