ભીમગુડાના ઉપસરપંચે પાંચ વીઘામાં વાવેલી જારને ગૌમાતાઓને ખવડાવી
વાંકાનેર : સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજ પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આજે 30 ઓગસ્ટના રોજ સવારે 11:30 કલાકે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો, અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં મહિલા પોલીસ કર્મચારી કોમલબેન વિનાભાઈ સરવૈયા તેમજ જાગૃતીબેન નથુભાઈ બેડવા દ્વારા હાજર સૌને રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર સિટી પોલીસ મથકના પી.આઇ પી.ડી. સોલંકી સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
ભીમગુડાના ઉપસરપંચે પાંચ વીઘામાં વાવેલી જારને ગૌમાતાઓને ખવડાવી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુંડા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ નરસીભાઈ વીજવાડિયાએ આજે રક્ષાબંધન પર્વ ઉપર ગૌમાતાઓ માટે સેવાકાર્ય કર્યું હતું. તેમણે પોતાના ખેતરના પાંચ વિધા જમીનમાં જાર વાવી હતી અને આ જારનો પાક લણવા માટે તૈયાર હતો. પરંતુ તેઓએ આજે રક્ષાબંધન પર્વ ઉપર ગામની ગાયોને પાંચ વિધા જમીનમાં વાવેવી જાર ખાવા માટે ખુલ્લી છોડી દીધી હતી. અંદાજે પાંચથી વધુ ટ્રેકટર ભરાય તેટલો જારનો જથ્થો હતો. પણ રક્ષાબંધન પર્વ ઉપર ગાયો માટે સેવાકાર્ય કરી અંદાજે 300થી વધુ ગાયોને પાંચ વિધા જમીનમાં વાવેલી જાર ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.