શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે: 4 જુલાઈથી શરૂ થશે
હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન આવે છે, પરંતુ આ વર્ષે અધિક માસ છે. આ કારણોસર શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે. શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. જેથી રક્ષાબંધનની 15 દિવસ મોડી ઊજવણી કરવામાં આવશે. રક્ષાબંધન એક દિવસ નહીં, પરંતુ બે દિવસ ઊજવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે ભદ્રા રહેશે.
રક્ષાબંધનની 2 દિવસ ઊજવણી
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 30 ઓગસ્ટના રોજ શ્રાવણી પૂર્ણિમા છે, જે સવારે 10:58 વાગ્યાથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. જેથી બે દિવસ રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવશે. 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી
ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે કમલ સુવાસ જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સૌજન્ય: VTV ગુજરાતી