૧૩/૦૪/૨૦૨૫ રવિવારના રેલી નીકળશે
વાંકાનેર: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિક UCC અને પ્રસ્તાવિક વકફ કાયદા વિરુદ્ધ વાંધા અને વિરોધ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટેની રેલી બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓની સરકારી અધિકારીશ્રીઓ સાથે મીટિંગના અંતે રેલીના આયોજનમાં બીજી વખત ફેરફારની સાથે મંજૂરી મળી ગઈ છે….
પ્રથમ રદ્દ કરેલી તારીખ: ૦૫/૦૪/૨૦૨૫ હતી, બીજી રદ્દ કરેલી તારીખ: ૧૨/૦૪/૨૦૨૫ હતી, હવે રેલીની મંજૂરી મળેલી તારીખ: ૧૩/૦૪/૨૦૨૫ રવિવારના સવારે ૧૦ કલાકે ગ્રીનચોક, વાંકાનેરથી નીકળશે, એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે…