150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું
વાંકાનેર: અહીંનાં ડુંગરાળ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ પ્રસિદ્ધ ગાત્રાળ મંદિર, ગઢીયા હનુમાન મંદિરનાં સાનિધ્યમાં ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ‘રામ વન’ આકાર લઈ રહ્યુ છે…



મુખ્ય દાતાશ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા તેમજ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર તથા અન્ય દાતાશ્રીઓનાં સહયોગથી 108 રોપાઓનું વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ 150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, આ કાર્ય સફળ બનાવવા માટે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી..


