ધર્મપ્રિય જનતાને સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા નિમંત્રણ
વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે
ઓળ ગામમાં નવ નિર્મિત શ્રી રામચંદ્રજી મંદિર ખાતે તા. 20 થી 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે નિમીતે નવાહયજ્ઞ યોજાશે અને તા. 22ના સવારના 11:30 કલાકે રામચંદ્રજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ યજ્ઞ પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી હિતેશભાઈ એન. જાની-ગીડચવાળા તેમજ મુખ્ય ઉપ-આચાર્ય તરીકે શાસ્ત્રી ઉદયભાઈ જે.-ગાંધીનગરવાળા રહેશે.
આ સાથે જ તા. 22 જાન્યુઆરીના ઓળ ગામ ખાતે ભવ્ય રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 22ના બપોરના 4 કલાકે શીવમંદિરથી પોથીયાત્રા નીકળશે.તા. 30 જાન્યુઆરી સુધી ચાલનાર રામકથાનો સમય સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધીનો રહેશે. રામકથામાં પાવન પ્રસંગો જેવાં કે તા.24ના બપોરના 12 કલાકે રામજન્મ, તા. 26ના 11:30 કલાકે રામ વિવાહ અને તા. 30ના સવારે 10 કલાકે રામેશ્વર પૂજનના પ્રસંગો ઉજવવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં દરરોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમજ કથામાં બહારથી આવતા મહેમાનો તેમજ સમસ્ત ગામ માટે સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સર્વ ધર્મપ્રિય જનતાને સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.