નવા ઢુવાથી લાકડધાર તરફ જતા રોડ પર પોણા પાંચ લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે નવા ઢુવાથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં રેઇડ પાડતા એક આરોપી પકડાઈ ગયેલ, જયારે કાર ચાલક, મોટર સાયકલ ચાલક નાસી ગયેલ. રેઇડ દરમ્યાન ઇકો કારમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કી.રૂ.૮૭,૧૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મોટર સાયકલ નંગ-૦૨ કી.રૂ.૮૦,૦૦૦/- તથા ઈકોમાંથી મળી આવેલ અન્ય ડોક્યુમેન્ટ એમ મળી કુલ કીં.રૂ.૪,૭૨,૧૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપેલ.
બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે નવા ઢુવાથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં ખાનગી વાહનની હેડલાઈટના અજવાળે વિદેશી દારૂની આપ-લે કરતા હતા, ત્યારે પોલીસ આવ્યાની જણા થતા ઇકો કાર તથા મોટર સાયકલ મુકીને અંધારાનો લાભ લઇ નાશવા લાગતા તેઓની પાછળ દોડતા જેમાંથી એક ઇસમ નામે મેરાભાઈ હરેશભાઇ ભાટીયા જાતે રજપુત ઉવ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહે હાલ-ઉંચી માંડલ (મોરબી) મુળ ગામ-કોંઢ તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો પકડાઈ ગયેલ. ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ. પકડાઈ ગયેલ ઇસમ પાસેથી નીચે મુજબની ચીજવસ્તુ કબ્જે કરેલ હતી.
ઇકો કારમાંથી મળી આવેલ (1) રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હિસ્કી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૨ (2) રોયલ સ્ટગ બેરલ સીલેક્ટ વ્હીસ્કી બોટલ નંગ-૪૮ (3) મેકડોવેલ્સ નં.૧, ડીલક્સ વ્હીસ્કી, ઓરીજીનલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮ (4) ઓફિસર્સ ચોઈસ પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ-૨૪ (5) મેકડોવેલ્સ નં.૧, ડીલક્સ વ્હીસ્કી, ઓરીજીનલ ચપલા નંગ-૪૮ (6) મારૂતી સુઝુકી કંપનીની ઇંકો કાર રજી. નંબર GJ-03-MH-4867 (7) હીરો એચ.એફ. ડિલક્સ મોટર સાયકલ રજી. નંબર GJ-13-AQ-6514 (8) યમાહા એફ.જેડ એસ વર્ઝન ૩.૦ મોટર સાયકલ રજી. નંબર GJ-36-AE-5058 (9) આર.સી.બુક અલ્પેશભાઇ રણછોડભાઈ ગ્રામભડીયા રહે.હાઉસ નં.૧૪૪ વીંછીયા રોડ મોટુ ફળીયુ માત્રા ગામ તા.વીંછીયા જી.રાજકોટ રજી.નં.GJ-03-MH-4867 (10) ડેરવાળીયા વશરામભાઈ સોમાભાઈ રહે. નાના માત્રા તા.સાયલા વાળાના નામનું આધાર કાર્ડ (11) મેરાભાઈ હરેશભાઈ ભાટીયા પાસેથી સેમસંગ કંપનીનો મોબાઈલ
મેરાભાઈ હરેશભાઈ ભાટીયાવાળાની પુછપરછ કરતા નાશી જનાર કુલદીપભાઈ ખુમાણભાઈ પઢિયાર રહે. હાલ-ઘુંટુ, રામકો સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ-ધર્મેન્દ્રગઢ તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળો તથા તેની સાથે નાશી જનાર પ્રવીણભાઈ કેશુભાઈ પરમાર હાલ રહે.ધુંટુ, રામકો સોસાયટી તા.જી.મોરબી મોટર સાયકલ લઈને ઇંગ્લીશ દારૂ લેવા માટે આવેલ હતો. તમામ ઇસમો સામે પ્રોહી. કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબકાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં આર્મ એ.એસ.આઈ. ચમનભાઈ ડાયાભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ ઝાલા, પો.કોન્સ. હરીશચંદ્રસિહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, રવીભાઈ કલોત્રા, લોકરક્ષક અજયસિંહ ઝાલા જોડાયા હતા.
અન્ય પોલીસ રેઇડ
અન્ય પોલીસ રેઇડમાં નવા ઢુવામાં મુકેશ બાબુભાઇ કોળીના રહેણાંકના ઘરેથી ઈંગ્લીશ દારૂની 108 બોટલ મળી આવતા તે અને સુદામડા (સાયલા)ના રમેશ ચોથાભાઈ કિહલા સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.
જીનપરા શેરી નં 13 માં રહેતા સાહિલ હુસેનભાઇ પીપરવાડીયા પાસેથી ઈંગ્લીશ દારૂની 6 બોટલ કબ્જે કરેલ છે.
દેશી દારૂ:
વીરપરના સુનિલ ચોંડાભાઇ રીબડીયા પાસેથી દેશી દારૂ કબ્જે.
પીધેલ:
અમરસરના ભાવેશ રાયધન જખાણીયા પીધેલ પકડાયા