કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાણેકપર: સરકારી શાળામાં આજે સર્વરોગ નિદાન કેમ્પ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇફકો એમસીના સહયોગથી આજ રોજ ગામની સરકારી શાળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે… 

 
આ નિદાન કેમ્પમાં દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર સેવા આપશે. રવિવાર, તા. ૨૬/૦૨ ના રોજ રાણેકપર ગામની સરકારી શાળા ખાતે બપોરે 2.30 થી 5.30 સુધી આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ પનારા અને ગામના સરપંચ હુસેનભાઈ શેરસિયા દ્વારા આ કેમ્પનો લાભ લેવા ગામના નાગરિકોને અપીલ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!