વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા કારખાનામાં આવ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડયો હતો અને આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુના નં 39/2019 થી નોંધાયેલ પોક્સો-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી અજય ગીધારભાઈ બારીક (ઉ. 28) રહે. ચંદામાની, બાળેશ્વર, ઓરિસ્સા વાળાને મોરબી એલસીબી દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઢુવા- માટેલ રોડ પર આવેલા ટોરીસ બાથવેર નામના કારખાનામાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….