આરોપી અગાભી પીપળીયાનો રહીશ
વાંકાનેર: તા.૨૭/૦૪/૨૦૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેલ પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં બેસવાની ના પાડતા આ કામના આરોપીએ ફરીયાદી બહેનને કહેલ કે જો તુ મોટર સાયકલમાં નહિ બેસે તો તારા ભાઈને મારી નાખીશ જેથી ફરીયાદી બહેન આરોપીના મોટર સાયકલમાં બેસી ગયેલ અને આ કામના આરોપી ફરીયાદી બહેનનું અપહરણ કરી મોરબી કામધેનુ રીસોર્ટ પાસે લઈ ગયેલ અને અવાવરૂ જગ્યામાં ફરીયાદી બહેન પાસે શરીર સુખ માણવાની માંગણી કરેલ હતી…
ફરીયાદીએ ના પાડતા ફરીયાદીના ભાઈને મારી નાખવાની ધમકી આપેલ અને આરોપીએ ફરીયાદી બહેનની મરજી વિરુધ્ધ ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી જાતીય હુમલો કરી ફરીયાદી બહેનને વાંકાનેર ખાતે મુકી ગયેલ અને આ વાત કોઈને કહેશે તો ફરીયાદી બહેનના ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આ કામના ફરીયાદીએ કાયદેસર થવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી. નં.૩૪/૨૦૧૮ થી ઉપરોકત મુજબનો ગુનો દાખલ થયેલા. સદર ફરીયાદના અનુસંધાને તપાસ એજન્સીએ જરૂરી અને યોગ્ય તપાસ કરી, આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૫, ૩૭૬(૨) તથા ૫૦૬(૨) મુજબનો ગુનો નોધી આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણની ધરપકડ કરેલ હતી…
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રીઓ, પોલીસ તથા તપાસ કરનાર અધિકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદ્દન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદ પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબીના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને અશોક જે ખુમાણ રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ અને દલીલ કરેલ. જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો…