વાંકાનેરનો રહેવાસી
જુનાગઢ: વાંકાનેરનો રહેવાસી રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી જુનાગઢથી પકડાયો છે….

જાણવા મળ્યા મુજબ રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટ કાંતીભાઇ વડગામા મિસ્ત્રી સુથાર રહે. વાંકાનેર તા.જી. મોરબી વાળો જુનાગઢ ઝાંઝરડા રોડ બાજુ હોવાની હકીકત આધારે તપાસ કરતા મળી આવતા તેને પકડી પાડી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. સી.વી.નાયક ક્રાઇમ ટેબલ-૧, પો.સ.ઈ. સી.એમ.ચાવડા ક્રાઇમ ટેબલ-૧, જુનાગઢ રેન્જ એએસઆઇ ગીરૂભા વાઘેલા, પોલીસ હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા તથા પોલીસ કોન્સ. પ્રવિણસિંહ મોરીએ કરી હતી…
