કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

‘બળાત્કાર’નો હથિયાર તરીકે ઉપયોગ ન થઇ શકે

સહસંમતિથી 15 વર્ષ સુધી બંધાયેલા શારીરિક સંબંધ બાદ થયેલી દુષ્કર્મની ફરિયાદમાં અતિ મહત્વપૂર્ણ હાઇકોર્ટનો ચુકાદો

હાલના સમયમાં દુષ્કર્મનો દૂરઉપયોગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજમાં બદનામ કરી દેવાના ઉદેશ્ય સાથે ઘણીવાર ખોટી ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આ દિશામાં ઉત્તખંડ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અદાલતે સ્પષ્ટ નોંધ્યું છે કે, દુષ્કર્મનો ‘હથિયાર’ તરીકે ઉપયોગ પણ થઇ શકે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

ઉત્તરાખંડ હાઇકોર્ટે નોંધ્યું છે કે, કેટલીક મહિલાઓને તેમના પુરુષ મિત્ર સાથે મતભેદ થાય પછી બળાત્કારના નામે કાયદાનો દુરુપયોગ કરે છે. બળાત્કારીને કલમ-376 હેઠળ સજા આપતા કાયદાનો મહિલાઓ હથિયાર તરીકે દુરુપયોગ કરી રહી છે. કાયદાનો દુરુપયોગ કરનાર મહિલાઓને જેલમાં મોકલવી જોઈએ. આ ટિપ્પણી નૈનીતાલ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી.

હકીકતમાં લગ્નના બહાને બળાત્કારના કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અને સમન્સના આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટની સિંગલ બેંચના જસ્ટિસ શરદ કુમાર શર્માએ કહ્યું હતું કે બળાત્કારના નામે કેટલીક મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મહિલાઓ પોતાના પુરૂષ મિત્રો સાથે હોટલથી લઈને અન્ય ઘણી જગ્યાએ જાય છે. બાદમાં જો કોઈ કારણસર તેમની વચ્ચે મતભેદ થાય તો મહિલાઓ આ કાયદાનો દુરુપયોગ કરે છે. જે મહિલાઓ આવા ખોટા આરોપ લગાવે છે તેમને જેલમાં મોકલવા જોઈએ.

એક વ્યક્તિ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને રદ કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ વ્યક્તિ પર એક મહિલા સાથે લગ્ન કરવાના બહાને શારીરિક સંબંધ બાંધવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટના મતે કેસ નોંધાયા પહેલા 15 વર્ષથી શારીરિક સંબંધો ચાલતા હતા અને હવે ફરિયાદ થઈ રહી છે, આવું કેમ? કોર્ટે જણાવ્યું હતું કે મહિલાની બળાત્કારની ફરિયાદ જાળવવા યોગ્ય રહેશે નહીં કારણ કે ફરિયાદ તેની શરૂઆતના 15 વર્ષ પછી કરવામાં આવી હતી.

કોર્ટે એ પણ નોંધ્યું છે કે આરોપીએ અન્ય કોઈ સાથે લગ્ન કર્યા પછી પણ આ સંબંધ ચાલુ રાખ્યો છે. આ કિસ્સામાં એવું કહેવાય છે કે આ સંબંધ 2005માં શરૂ થયો હતો. કોર્ટને કહેવામાં આવ્યું કે પુરુષે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા પછી પણ પહેલો સંબંધ ચાલુ રહ્યો હતો. આવી સ્થિતિમાં બેન્ચે પ્રશ્ન કર્યો કે શું ફરિયાદી મહિલા દાવો કરી શકે છે કે તેણે સંબંધ માટે સંમતિ આપી ન હતી. કોર્ટે કહ્યું, જ્યારે ફરિયાદકર્તા સ્વેચ્છાએ સંબંધમાં પ્રવેશ કરે છે તે હકીકત જાણીને કે અરજદાર પહેલેથી જ પરિણીત છે, ત્યારે સંમતિનું તત્વ પણ સામેલ છે. કોર્ટે કહ્યું કે જો સંમતિનું તત્વ હોય તો આ કૃત્યને બળાત્કાર ન કહી શકાય અને તે સહમતિથી બનેલો સંબંધ હશે.

કોર્ટનું કહેવું છે કે હવે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ છે કે અમુક મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરવામાં કોઈ કસર છોડી રહી નથી. અન્ય એક કેસમાં હાઈકોર્ટની સિંગલ બેન્ચે કહ્યું કે, ઘણી મહિલાઓ એ જાણીને પણ કે તેમનો પુરુષ મિત્ર પરિણીત છે, તેમ છતાં તેઓ તેની સાથે સંબંધ બાંધે છે અને બાદમાં લગ્નના બહાને તેની સામે બળાત્કારના આરોપમાં કેસ દાખલ કરે છે. જેઓ આવું કરી રહ્યા છે તેઓ પુખ્ત અને સમજુ છે. કોઈ નાની છોકરી નથી, જેને કોઈને મૂર્ખ બનાવી શકાય. આ મામલામાં અરજદારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને કહ્યું છે કે જ્યારે પુખ્ત વયના વ્યક્તિ સાથે સંમતિથી શારીરિક સંબંધ બાંધવામાં આવે છે તો તે બળાત્કારની શ્રેણીમાં આવતો નથી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!