ઘેટા બકરાના ફાર્મમાં ઘટેલી ઘટના
વાંકાનેર: ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની સીમમાં ખેડૂતે બનાવેલ ઘેટા બકરાના ફાર્મમાંથી નાના-મોટા 31 ઘેટા બકરાની ચોરી થયેલ છે, જેમની આશરે કિંમત રૂપિયા ચારથી સાડાચાર લાખની થાય છે…
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રસીગઢ ગામના ખેડૂત ખોરજીયા ઈસ્માઈલ હાજીભાઈની નેશનલ હાઇવે થી રસીગઢ ગામની વચ્ચે લાલપરની સીમ તરીકે ઓળખાતી વાડીએ ઘેટા બકરાનું ફાર્મ બનાવેલ છે, તેમાં છ ઘેટા અને 33 નાના મોટા બકરા રાખવામાં આવ્યા હતા. ગત રાત્રે ખેડૂત 12:30 વાગ્યાની આસપાસ વાડીએ આટો મારવા ગયા હતા, ત્યારે આ તમામ ઘેટા બકરા સલામત હતા. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ વાડીએ ગયા ત્યારે ત્યાં માત્ર બકરાના નાના 8 બચ્ચા જોવા મળ્યા હતા બાકીના બીજા 31 જેટલા ઘેટા બકરા કયા દેખાયા ન હતા તેની આજુબાજુમાં તપાસ કરતા ક્યાંય મળી આવ્યા ન હતા…
ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે 12:30 વાગ્યા પછી ગમે ત્યારે કોઈ અજાણ્યા શખ્સો આવીને ફાર્મની જાળી તોડીને 31 ઘેટા બકરાની ચોરી કરી ગયા હતા, જેમની કિંમત આશરે ચાર થી સાડા ચાર લાખ રૂપિયા થાય છે. આ સમગ્ર બનાવની ખેડૂતે વાંકાનેર શહેર પોલીસ મથકમાં લેખિત જાણ કરી છે. પોલીસ હવે આગળની કાર્યવાહી હાથ ધરશે…