કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાતાવીરડા: વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

બન્ને દરોડામાં 5,00,400નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ રોસા સીરામીક પાસેથી પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમા બે શખ્સને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ કરેલી આ કાર્યવાહીમાં પ્રથમ દરોડામાં આરોપી ગોરધન ભીખાભાઇ કૂણપરાને રોયલ સ્ટગ બ્રાન્ડ વ્હિસ્કીના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં રોસા સીરામીક પાસેથી જ આરોપી દિનેશ લેખરાજસિંહ યાદવને પોલીસે સ્કોર્પિયો ગાડીમાં રોયલ સ્ટગના બે ચપલા કિંમત રૂપિયા 200 તેમજ સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી બન્ને દરોડામાં 5,00, 400ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે બન્ને આરોપીઓએ રાતાવિરડા ગામના નિતેશ જીલાભાઈ ઉકેડીયા નામના બુટલેગર પાસેથી વિદેશી દારૂના ચપલા ખરીદ કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે નિતેશને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!