વાંકાનેર : મોરબીની એલીટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થિની રિદ્ધિ સાકરીયા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે.
મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી આ યોગ સ્પર્ધામાં રાતીદેવળી પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં
રિદ્ધિ સાકરીયા રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ થઈ છે. જ્યારે સેટાણીયા રાજલ, સેટાણીયા મનીષા, ઝાલા ભૂમિકાબા અને કડીવાર અલ્ફીયાએ યોગમાં ઉત્તમ દેખાવ કર્યો હતો. સ્પર્ધકોને યોગની તાલીમ માટે શિક્ષક ઋષિરાજસિંહ ઝાલા તથા સી.આર. સી. અજીતભાઈ સોનારા દ્વારા
માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના આચાર્ય રજીયાબેન તથા શિક્ષક કુમુદબેન મકવાણા, ગીતાબેન વાઘેલા, પલ્લવીબેન બોડા અને ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા શુભકામના આપવામાં આવી છે. તેમજ શાળા પરિવાર તરફથી પણ અભિનંદન આપવામાં આવ્યા છે.