ગારીડાથી પરત ફરતા કેરાળા બોર્ડ પાસે ભેંસ આડી ઉતરી
વાંકાનેર: રાતીદેવરીના શખ્સને ગારીડાથી પરત ફરતા કેરાળા બોર્ડ પાસે ભેંસ મોટર સાયકલ સાથે અથડાતા અકસ્માતમાં ઇજા થતા મરણ નીપજેલ છે…
જાણવા મળ્યા મુજબ યુ.પી. ના બલીયા જિલ્લાના હાલ વાંકાનેર રહેતા મરણ જનારના જેસીબીના ડ્રાઈવર કમલાકાંતભાઈ દુર્ગાપ્રસાદભાઈ ચૌધરી (ઉ.વ.૨૯) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ગારીડા ગ્રામ પંચાયતની ગટરનુ કામ કરી રાતીદેવરીના પુનાભાઈ મંગાભાઇ વોરા (ઉ.વ. 68) સાથે મોટર સાયકલ નંબર- જીજે-૦૩-સી.એન-૦૫૮૦ વાળુ લઇ સાંજના અંધારૂ થઈ જતા કામ બાકી રાખી પાછા ફરતા સાંજના સાતેક વાગ્યે કેરાળા બોર્ડ પાસે દ્રારકાધીશ હોટલની સામે હાઇવે પર અચાનક ભેંસ આડી ઉતરેલ, પુનાભાઇએ જોરથી બ્રેક મારતા મોટર સાયકલ ભેંસ સાથે ભટકાતા પડી ગયેલ અને પોતાને હાથ-પગમાં તથા પુનાભાઈને માથાના ભાગે તથા શરીરે ઈજા થયેલ.
કોઈએ ૧૦૮ માં ફોન કરતા તેમાં અમને વાંકાનેર સરકારી દવાખાને લઇ જતા હતા તે દરમ્યાન પુનાભાઈના દિકરા જીગ્નેશભાઈને જાણ કરતા તેઓ આવી ગયેલ. દરમ્યાન પુનાભાઈનો દિકરો જીગ્નેશ તથા કૌશલભાઈ લક્ષ્મણભાઈ તથા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વિગેરે આવી જતા તે લોકો પુનાભાઈને એમ્બ્યુલન્સમાં રાજકોટ હોસ્પીટલમા લઇ ગયેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન ગુજરી ગયેલ છે પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
